કોરોનાની રસીની આતુરતાથી વાટ જોતા લોકો માટે આવ્યા આનંદના સમાચાર, જાણો લેટેસ્ટ અપડેટ

આ ખુલાસો સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો.સુરેશ જાધવે(Dr Suresh Jadhav) કર્યો છે. અત્રે જણાવવાનું કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વાયરસના નવા 61,871 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો  74,94,552 પર પહોંચી ગયો છે. 

કોરોનાની રસીની આતુરતાથી વાટ જોતા લોકો માટે આવ્યા આનંદના સમાચાર, જાણો લેટેસ્ટ અપડેટ

નવી દિલ્હી: માર્ચ 2021 સુધીમાં ભારતને કોવિડ-19 (Covid-19) ની રસી  (Corona Vaccine) મળી શકે છે. જો કે તે ડિસેમ્બર 2020માં તૈયાર થઈ શકે છે. બે થી ત્રણ મહિનાનો સમય બજારમાં આવતા લાગશે. જેનો ખુલાસો સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો.સુરેશ જાધવે(Dr Suresh Jadhav) કર્યો છે. અત્રે જણાવવાનું કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વાયરસના નવા 61,871 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો  74,94,552 પર પહોંચી ગયો છે. 

જાધવે  ICALIDDના સહયોગથી HEAL ફાઉન્ડેશન દ્વારા આયોજિત ઈન્ડિયા વેક્સિન એક્સેસિબિલિટી ઈ-શિખર સંમેલનમાં કહ્યું કે, 'ભારતને માર્ચ 2021 સુધીમાં કોવિડ-19ની રસી મળી શકે છે. નિયામક આ પ્રક્રિયામાં ઝડપ કરી રહ્યા છે. અનેક નિર્માતા તેના પર કામ કરી રહ્યા છે.'

ઝડપથી આગળ વધી રહ્યું છે ભારત
ડો.જાધવે કહ્યું કે ભારતને ડિસેમ્બર 2020 સુધીમાં રસીના 60-70 મિલિયન ડોઝ મળી જશે પરંતુ બજારમાં તે માર્ચ 2021 સુધીમાં આવે તેવી શક્યતા છે. ડિસેમ્બર અને માર્ચ વચ્ચેનો સમય લાઈસન્સ પ્રક્રિયા માટે હશે. હાલમાં SII રસીના બીજા અને ત્રીજા તબક્કાનું પરીક્ષણ ચાલુ છે. ડો. જાધવે કહ્યું કે ભારત રસી લાવવા માટે ઝડપથી આગળ વધી રહ્યું છે. બે નિર્માતા પહેલા જ ત્રીજા તબક્કાના પરીક્ષણમાં પહોંચી ગયા છે. જ્યારે એક બીજા તબક્કાના પરીક્ષણમાં છે. આ ઉપરાંત અનેક અન્ય પ્લેયર પણ દોડમાં સામેલ થઈ રહ્યા છે. 

તેમણે કહ્યું કે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દર વર્ષે 700-800 મિલિયન રસીના ડોઝ બનાવી શકે છે. 16 સપ્ટેમ્બરે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ SIIને ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા  COVID-19 રસી માટે પોતાના બીજા  અને ત્રીજા તબક્કાના પરીક્ષણોને ફરીથી શરૂ કરવાની મંજૂરી આપી દીધી. 

વોલેન્ટિયર  બીમાર થવાથી અટક્યું હતું પરીક્ષણ
અત્રે જણાવવાનું કે પુણે સ્થિત દવા નિર્માતાએ ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વિક્સિત કોવિડ-19 રસીના નિર્માણ માટે બ્રિટિશ-સ્વીડિશ કંપની AstraZeneca સાથે ભાગીદારી કરી છે. AstraZeneca એ અગાઉ કોરોના વાયરસ રસીના ચાલી રહેલા પરીક્ષણ પર રોક લગાવી હતી કારણ કે એક વોલેન્ટિયર બીમાર પડ્યો હતો. હવે દેશમાં ઓક્સફર્ડના કોવિડ-19ના પરીક્ષણનો અંતિમ તબક્કો ચાલુ છે. 

Total cases - 74,94,552 (dip by 11,776 since yesteday)
Active cases - 7,83,311
Cured/discharged/migrated - 65,97,210 (rise by 72,615 since yesterday)
Deaths - 1,14,031 (rise by 1033 since yesterday) pic.twitter.com/vUoOIDA5Wb

— ANI (@ANI) October 18, 2020

કોરોનાના કેસ 75 લાખ નજીક પહોંચ્યા
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 61,871 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસનો આંકડો 74,94,552 પર પહોંચી ગયો છે. જેમાંથી  7,83,311 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. 65,97,210 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી 1033 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સાથે કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,14,031 પર પહોંચ્યો છે. 

— ANI (@ANI) October 18, 2020

અત્યાર સુધીમાં કુલ 9,42,24,190 સેમ્પલ ટેસ્ટિંગ થયા
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યાં મુજબ અત્યાર સુધીમાં દેશમાં કુલ 9,42,24,190 સેમ્પલ ટેસ્ટિંગ થયા છે. જેમાંથી ગઈ કાલે 9,70,173 નમૂનાનું પરીક્ષણ થયું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news